સનાથલ સર્કલથી 3વર્ષથી પ્રોહિબીશનના ગુન્હામાં ફરાર નડિયાદનો ઈસમ પકડાયો

સાણંદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગત 2021માં પ્રોહિબીશનના ગુન્હામાં નડિયાદ એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે પોલીસથી તે ફરાર હતો તેને ચાંગોદર પોલીસે બાતમી આધારે સાણંદઅન સનાથલ સર્કલ પાસેથી પકડી લીધો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ગોજીયાએ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સ્ટાફના માણસોએ નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપી પકડવા તપાસ હાથ ધરી હતી ત્યારે પો.કો. પ્રવિણસિંહ બળવંતસિંહ અને પો.કો. વિપુલકુમાર લાલસીંગને મળેલ સંયુક્ત બાતમી આધારે ગત વર્ષ 2021માં ચાંગોદર પો.સ્ટે.ના પ્રોહિ એક્ટના ગુનાનો નાસતો ફરતો આરોપી ફિરોજભાઈ અલ્લારખભાઇ વ્હોરા (રહે.નડિયાદ જી. ખેડા)ને સનાથલ સર્કલ પાસેથી ઝડપી લઈ ચાંગોદર પોલીસે તજવીજ હાથ ધરી છે.

Social