ગાંધીનગર ખાતે ત્રિદિવસીય “FABEXA” ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાયો
આજરોજ મસ્કતી કલોથ માર્કેટ એસોસિએશન, અમદાવાદ દ્વારા આયોજિત ત્રિદિવસીય “FABEXA” ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે થયો હતો.આ પ્રસંગે શહેર અધ્યક્ષશ રુચીરભાઈ ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, નગરસેવકો, શહેર મહામંત્રી, હોદ્દેદારઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મેયર હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે આ એક્સ્પો ગુજરાતના કાપડ ઉદ્યોગની ગતિશીલ ઉર્જાનો અનુભવ તેમજ ટ્રેડિશન, ઇનોવેશન અને તકોને પૂર્ણ કરે છે. જેમાં ભાગીદારીનો હેતુ નવીનતા, માહિતીની વહેંચણી અને ઉદ્યોગની પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે.

