ગાંધીનગર જીલ્લા તીજોરી કચેરીનો પટાવાળો રૂ.20 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગર જીલ્લા તીજોરી કચેરીમાં ફરજ બજાવતો પટાવાળો રૂ. 20 હજારની લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ઐયુબભાઇ સુબામીયાં ઝાલોરી, પટાવાળા (વર્ગ-4) એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલ કંમ્પાઉન્ડ, રજવાડી ટી સ્ટોલની સામે આવેલ જાહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
એ..સી.બી. ગાંધીનગર ફીલ્ડને ખાનગી રાહે માહિતી મળેલ કે, જીલ્લા તિજોરી કચેરી ગાંધીનગર ખાતે ગાંધીનગર જીલ્લાની સરકારી કચેરીઓમાંથી આવતા પગાર બીલો, કન્ટીજન બીલો, ઉચ્ચત્તર એરીયસ બીલો, ફીક્સ ટુ ફુલ પે વગેરે પ્રકારના બીલો મંજુર કરવાના એક બીલ ના રૂ.3000/- થી રૂ.5000/- ની લાંચની માંગણી કરતા હોવા અંગેની માહિતી મળેલ. જે હકીકત આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ. આ ડિકોય છટકા દરમ્યાન આ કામના આરોપીએ આજરોજ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફિક્સ ટુ ફુલ પે બીલ મંજુર કરવાના એક બીલના રૂ.5000/- લેખે ચાર બીલ મંજુર કરવાના રૂ.20,000/- ની માંગણી કરી, રૂ.20,000/-ની લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે.

Social