મોડાસા નજીક બોલેરો ગાડીની ટક્કરથી મોટર સાયકલ ચાલકનું મોત

મોડાસા તાલુકાના મોટા ભચડિયા ગામના 35 વર્ષિય યુવકની બાઈકને બોલેરોના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવક ગંભીર ઘાયલ થતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે પરથી મોટા ભચડીયા ગામના જગતસિંહ કાળુસિંહ પરમાર રવિવારે બાઈક લઈને મેઢાસણ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે મડાસણા ગામ નજીક રાજેન્દ્રનગર બાજુથી આવતી બોલેરોના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી લાવી બાઈકને ટક્કર મારી દીધી હતી. અકસ્માત થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા.તાબડતોબ 108 બોલાવી ઇજાગ્રસ્ત યુવકને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો. પરંતુ જીવલેણ ઈજાઓને કારણે યુવકનું મોત થયું હતું. અકસ્માત અંગેની જાણ યુવકના પરિવારને થતાં મોટી સંખ્યામાં પરિવારજનો દોડી પહોંચ્યા હતા. અકસ્માત બાદ વાહન મૂકી ભાગી જનાર ચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ હાથ ધરી હતી.

Social