ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારનાં કરુણ મોત, પરિવારજનોમાં આક્રંદ છવાયો
ભાવનગરના બોરતળાવ કાંઠા વિસ્તારમાં એક સાથે પાંચ કિશોરીઓ તળાવમાં ડૂબી હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં ચાર નાની બાળાઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. આ છોકરીઓ તળાવ પાસે કપડાં ધોઇ રહી હતી. જે દરમિયાન આ બનાવ બન્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ બાળકીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માત્ર એક જ બાળકીને જ બચાવી શક્યા હતા.હોસ્પિટલ પર પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે. ભાવનગરના બોરતળાવ કાંઠામાં કરૂણ દુર્ઘટના ઘટી છે.
તળાવ પાસે કપડાં ધોતી વખતે પાંચ બાળકીઓ ડૂબી જવાની માહિતી મળી છે. કિંજલ, કોમલ, રસમી સહિત કુલ પાંચ બાળકી તળાવમાં ડૂબી ગઇ છે. આ બાળકીઓ તળાવ પાસે કપડાં ધોઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો છે.તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પર પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોન પર માહિતી મળી હતી કે, બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક તરવૈયાઓએ પાંચેય દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપાસ કરતા ચારનાં મોત થયાં છે જ્યારે એકનો જીવ બચી ગયો છે.
