કોલકતાની યુવતી ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમસંબંધ લઈને લગ્ન કરવા અમદાવાદ પહોંચી

અમદાવાદમાંથી એક જાગૃત નાગરિકે 181ને કોલ કરી જણાવેલું કે એક યુવતી મળી આવી છે.181 ટીમને ત્યાં પહોંચી જાણવા મળ્યું કે યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફત યુવક સાથે પ્રેમ થતા તે લગ્ન કરવાની જીદ પકડી પરિવાર સાથે કોઈ પણ વાતચીત કર્યા વગર ડોક્યુમેન્ટ સાથે કોલકાતાથી અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ પહોંચી હતો.જ્યાં ગીતામંદિર બસ સ્ટેશન આવ્યા પછી તેણે યુવકને કૉલ કરી જણાવ્યું કે ગીતામંદિર આવી ગઈ છું મને લેવા માટે આવો .જેથી યુવકે યુવતીને તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું સુસાઇડ કરી લઈશ કે હાથની નસ કાપી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારે 181 ટીમે યુવતી ને કાઉન્સિલ દરમિયાન જણાવેલું કે માતા પિતાને કોઈપણ વાતની જાણ ન કરી ઘરેથી નીકળી કેમ આવેલા છો . આ દરમિયાન યુવતી પાસેથી તેના પિતાનોં 181ની ટીમે નંબર લીધો હતો. જ્યાં 181 ટીમને વાતચીત દરમિયાન યુવતીના પિતાએ જણાવેલું કે દિકરીને કોઈ અજાણ્યા શખ્સએ ઈન્સ્ટાગ્રામ પર મેસેજમાં વાતચીત કરી પ્રેમમાં ફસાવી છે. જેથી કોઈ લાલચ આપતા દિકરી ઘરેથી અમને કીધા વગર ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયેલી છે . જોકે યુવક ફોન લઈને ભાગી જતા યુવતીને ભૂલનો અહેસાસ થયો હતો .બીજી બાજુ યુવતીને સહી સલામત ઘરે મોકલવા માટે 181 ટીમે નજીકના પોલીસ સ્ટેશન અને સી ટીમની મદદ માંગી હતી. જ્યાં પીડિતા અને તેના પિતાએ 181 ટીમનોં આભાર વ્યક્ત કર્યો હતો .

Social