મેઘાણીનગરમાં લારી પાસે સુતેલા વૃદ્ધ પર છરીના ત્રણ ઘા મારીને એકટીવા ચાલક ફરાર થયા
મેઘાણીનગર રામેશ્વર બ્રીજની નીચે લારીની પાસે વૃદ્ધ સુતા હતા તે સમયે બે બુકાનીધારી શખ્સો એકટીવા લઈને આવ્યા અને સુતેલા વૃદ્ધને પહેલા પગમાં ધારધાર હથિયાર વડે હુમલો કર્યો અને વૃદ્ધ જાગી જતા તેમના થાપામાં ચપ્પાના બે ઘા મારી દીધા આ સમયે વૃદ્ધ પ્રતિકાર કરવા માટે ઉભા થતા હતા તે દરમિયાન બંને યુવકોએ વૃદ્ધને છાતીના ભાગે ચપ્પાનો એક ઘા મારીને એકટીવા લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ વૃદ્ધે બૂમાબૂમ કરતા આસપાસનાલોકો ભેગા થઈ ગયા અને ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સારવાર લીધા બાદ વૃદ્ધે આ મામલે ફરિયાદ નોંધાવતા મેઘાણીનગર પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
