અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટના મંડપ ઊભા કરાયા

અમદાવાદમા AMCએ પણ લોકોને ગરમીના કારણે બિનજરૂરી બહાર ના નીકળવા અપીલ કરી હતી. રસ્તા પરથી જતા વાહન ચાલકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. જેથી ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહેલા વાહનચાલકોને ગરમીથી આંશિક રાહત મળે તે માટે અમદાવાદ પોલીસે કેટલાક જંક્શન પર ગ્રીન નેટ લગાવી. ગ્રીન નેટના કારણે સિગ્નલ પર ઊભા રહેલા વાહનચાલકોને તડકાથી રાહત મળી. શહેરમાં ગરમીની શરૂઆત થઈ ત્યારથી ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાક ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિણર્ય કરવામાં આવ્યો હતો. જેથી લોકોએ ગરમીમાં બિનજરૂરી સિગ્નલ પર ઊભા ન રહેવું પડે.રાજ્યના પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શનથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી . અમદાવાદમાં મહત્વના ચાર ટ્રાફિક જંક્શન પર આ ગ્રીન નેટ બાંધવામાં આવી. જેમાં કાલુપુર, ઇન્દિરા બ્રિજ સર્કલ, પ્રહલાદનગર અને સ્વાગત ક્રોસ રોડ ખાતે ગ્રીન નેટ લગાવવામાં આવી. ગ્રીન નેટના કારણે સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને રાહત મળી.ત્યારે શહેરના રોડ રસ્તા અને બજારો બપોરના સમયે સુમસામ જોવા મળે છે.

Social