અમદાવાદમાં દારૂનું કટીંગ : પીસીબીએ રેડ કરી દારૂ ભરેલી કાર પકડી

અમદાવાદમાં ખુદ પોલીસ કમિશનરના સ્કોર્ડે કાલુપુરમાં દારૂ ભરેલી કાર ઝડપી પાડી. જેમાં લક્ઝરી કારની અંદર દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ડીલેવરી કરવાની હતી તે પહેલા જ પોલીસે ઝડપી લીધી હતી.

પીસીબીની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે મહંમદ આરીફ ઉર્ફે ઝાડીયો શેખ (રહે. કાલુપુર)કાલુપુર ખજૂરીના ખાંચામા એક મોંઘીદાટ કારમાંથી વિદેશી દારૂનું કટીંગ કરી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે ખજૂરીનો ખાંચાને બંધ કરી મહંમદ આરીફ ઉર્ફે ઝાડીયો શેખ સહિત અન્ય શખ્સો મોંઘીદાટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો બહાર કાઢી રહ્યા હતા. આ સમયે પોલીસને જોતા તમામ શખ્સો તકનોં લાભ ઉઠાવી છાપરા કૂદી કૂદીને નાસી છુટયા હતા. જે બાદ પીસીબીની ટીમે કારની અંદર તપાસ કરતા ઠસોઠસ ભરેલી પેટીઓમાથી 1. 70 લાખ કિમતની 950 દારૂ,બિયરની બોટલો મળી આવી હતી. જ્યાં પોલીસ તપાસમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન થી અમદાવાદ લ વાતો હોવાનું ખુલ્યું હતું.દારૂ – બિયરની બોટલો , કાર સહિત કુલ 5.40 લાખનોં મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજી બાજુ આ અંગે કાલુપુર પોલીસ મથકે ગુનો નોંધાવી ફરાર મુખ્ય આરોપી સહિત અન્ય શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Social