સાણંદના ખોડા ગામ પાસે મોબાઈલના ટાવરની 5 બેટરીની તસ્કરી કરાઈ

સાણંદમાં વધુ એક વખત મોબાઈલના ટાવરની બેટરીઓ ચોરી થતા પોલીસે તપાસ તજવીજ શરૂ કરી છે.

સાણંદ તાલુકાનાં ખોડાગામની સીમમાં શકલપૂરા ફાટક પાસે ખેતરમાં ખાનગી કંપનીનો ટાવર આવેલ છે, સરખેજમાં રહેતાં મહંમદ કલીમ શેખ ખાનગી કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.15મે 2024એ ત્રણેક વાગ્યે તેઓની કંપનીના સાણંદના ટેક્નિશીયન કીશનસિંઘ રાજપુતએ તેઓને ફોનથી જાણ કરેલ કે ખોડાની સીમમાં આવેલ શકલપુરા ફાટક થી અંદર ખેતરમાં આવેલ કંપનીના ટાવર અલાર્મથી આવ્યુ હતુ. જેથી ટાવર ખાતે તપાસ કરતાં ટાવરમા રહેલ 5 બેટરી બેટરીઓ ચોરાઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ. કોઈ અજાણ્યા ચોર ઈસમોએ 50 હજારની કિંમતની ટાવરમાંથી કુલ 5 બેટરીની ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે મહંમદકલીમ મહંમદનઝીર શેખે સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Social