સનાથલ પાસે ખાનગી કુરિયર કંપનીમાં ઈંગ્લીસ દારૂનો જથ્થો જપ્ત કરી મોકલનાર તેમજ માંગવના 3 ઇસમો સામે ગુનો
સનાથલ પાસે ખાનગી કુરિયર કંપનીમાં ખોટી બિલટી બનાવી બિલટીમાં ખોટા માલનો ઉલ્લેખ કરી રૂ.2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર સહિત દિલ્હીના એક ઇસમ મળી કુલ 3 સામે ચાંગોદર પોલીસે ફરિયાદ નોંધી છે.
સૂત્રોના કહેવા અનુસાર સાણંદના સનાથલ પાસે રીવીગો બાય મહીન્દ્રા લોજીસ્ટીકમાં એમ.એલ.એલ. એક્સ્પેસ સર્વસ પ્રા.લી.કુરીયર કંપનીના ગોડાઉનના મેનેજરએ ચાંગોદર પોલીસને જાણ કરેલ કે ગોડાઉનમાં ગાર્ડન કીંગ પાંકરીયા ટીલ નોઇડા નામથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ પુઠાના બોક્ષમાં પેકીંગ હાલતમાં આવેલ છે જેમાં માલના શીપીંગ બીલમાં તથા માલના અસલ બીલમાં મોકલનાર તથા લેનાર પાર્ટીઓના નામોમાં તફાવત છે અને ઘણા સમયથી માલ ગોડાઉનમાં પડેલ છે અને શંકાસ્પદ ચીજ વસ્તુઓ આવેલ હોવાની પુરી શક્યતા હોવાથી તપાસ કરવા જણાવતા ચાંગોદર પોલીસ સ્ટેશન પી.આઈ. આર.ડી.ગોજિયા સહીત સર્વેલન્સ સ્ટાફે ગોડાઉનમાં તપાસ 26 નંગ બોક્ષોમાં મળી આવ્યા હતા જેમાં ભારતીય બનાવટની પરપ્રાન્તીય વિદેશી દારૂની બોટલી કુલ 576 બોટલો નીકળતા પોલીસે (જેની કિંમત રૂ.2.88 લાખ)નો મુદ્દામાલ જપ્ત કરી કુરિયરમાં મોકલનાર ઇસમોએ ખોટી બિલટી બનાવી બિલટીમાં ખોટા માલનો ઉલ્લેખ કરી અને માલ લેનાર આસુતોષભાઈ (રહે. દિલ્હી) હોવાનું ખૂલતાં ચાંગોદર પોલીસે અજાણ્યા 2 ઈસમ તેમજ આસુતોષભાઈ (રહે. દિલ્હી) નામના ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
