રાજકોટ ગેમઝોનમા આગ લાગતાં 24 લોકો બળીને ભડથું : CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા આ આદેશ
ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ ઋતુ દરમિયાન ઇલેક્ટ્રિક ઉપકરણોનો વપરાશ વધુ હોવાથી શોર્ટ સર્કિટ અને આગના બનાવો વધુ બનતા હોય છે. ત્યારે રાજકોટમાં ગેમઝોનમાં વિકરાળ આગ લાગતાં 24 લોકોના મોત થયા છે આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાનામોવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મૃત્યુ આંક વધે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
રાજકોટમાં કાલાવડ રોડ પર મોકાજી સર્કલ પાસે
ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. 22થી વધુ બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. તો વિકરાળ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 24 લોકોના મોત થયા છે. ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે રાજકોટથી આગની જે ઘટના બની છે. જેંના વીડિયો સામે આવ્યા છે. ધુમાડાના ગોટે ગોટા હવામાં ઊડ્યાં હતા. મળતી માહિતી મુજબ હાલ વેકેશનનો માહોલ છે ત્યારે મોટી સંખ્યામાં બાળકો અહીં આવતા હોય છે. જે દરમ્યાન આ ઘટના બની છે. આચનક સાંજના સમયે આગ લાગી હતી.
