રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાત્રે લીધી TRP ગેમ ઝોનની મુલાકાત, કડક કાર્યવાહીના આપ્યા નિર્દેશ, SIT કરશે તપાસ
રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી બાળકો સહિત 28 લોકોના મોત થયા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે રાજકોટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની સમીક્ષા કરી હતી.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ દુર્ઘટના અંગે કહ્યું હતું કે આ ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવશે અને એસઆઇટી આ કેસની તપાસ કરશે, TRP ગેમ ઝોનના માલિક અને મેનેજરની ઝડપી લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કેકાટમાળ હટાવીને ગુમ વ્યક્તિઓને શોધવાની કામગીરી ચાલી રહી છે. . વહેલી સવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અમારો નિર્ધાર છે. તમામ વિભાગોના અધિકારીઓને કલેકટર ઓફિસ ખાતે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ગોઝારી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી., અનેક લોકોને બચાવાયા પણ હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો હતો .પ્રાપ્ત માહિતી આ ઘટનામાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તેમજ ગેમ ઝોનનો 30-40નો સ્ટાફ ફરાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.
