CM ભૂપેન્દ્ર પટેલે TRP મોલના ગેમ ઝોનની લીધી મુલા્કાત, ઘટનાની કરી સમીક્ષા
રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની ગોઝારી ઘટના ઘટી હતી. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે,અનેક લોકો ઘાયલ છે. મૃત્યુંઆંક વધવાની સંભાવના છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોચ્યા છે, અને તમામ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગોઝારી ઘટના અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી,સીએમ ભૂપેન્દ્ર પટેલ આ ઘટનામાં ઇજાગ્રસ્તોને મળવા સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે રાજકોટ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે પ્રાથમિક તબક્કે મીટીંગમાં ચર્ચા કરી હતી. સાથે જ તાત્કાલિક એસઆઇટી ટીમની રચના પણ કરવામાં આવી છે.ટીઆરપી મોલના મેનેજર અને માલિકને ઝડપી પાડ્યા છે. કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારે આ દુર્ઘટનામાં ભોગનાર મૃતકોના પરિવારને 4 લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાયની જાહેરાત કરી છે. કોઇપણ ગુનેગારોને છોડવામાં નહીં આવે તેવા નિર્દેશ આપ્યા છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યના ગેમઝોન બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે મુખ્યમંત્રી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

