સાણંદમાં આગામી સમયમાં ગેસ લાઈન દ્વારા ઘરે ઘરે રસોડા સુધી ગેસ પહોંચશે: સાણંદમાં આગામી સમયમાં ગેસ લાઈન દ્વારા ઘરે ઘરે રસોડા સુધી ગેસ પહોંચશે


સાણંદ દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વળી છેલ્લા કેટલાય વર્ષોથી શહેરીજનોને ગેસ પાઇપ લાઈનથી વંચિત રહેવું પડ્યું હતું. ત્યારે પ્રાથમિક સુવિધાઓ પણ વધી રહી છે. આગામી સમયગાળામાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સાણંદ શહેરના ઘરે ઘરે સુધી ગેસ લાઇન દ્વારા ગેસ પહોંચાડવા માટે હાલ પુરજોશમાં કામગીરી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ શહેરમાં ઘણા વર્ષો સુધી રાહ જોયા બાદ આગામી સમયગાળામાં શહેરીજનોને ઘરેલુ વપરાશનાં કનેક્શનો મળશે. હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મુખ્ય પાઇપ લાઈનની નેટવર્કની કામગીરી હાથ ધરી છે. હાલ મુખ્ય પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે જેના થકી શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને ગેસ લાઇન મારફતે રસોડામાં ગેસની સુવિધા મળશે. કામગીરી કરતાં એક અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે મુખ્યલાઇનની કામગીરી આશરે 50 ટકા જેટલી પૂર્ણ થવા આવી હોવાનું જણાવ્યુ હતું.

Social