ગેમ ઝોન ચેકિંગમાં પોલ ખૂલી : વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં ચેકિંગ કરતા 4 નીકળ્યાં
ગત 25 મે, 2024ના રોજ રાજકોટના ગેમ ઝોનમાં પાંચ વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા . અમદાવાદ મા ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ગેમ ઝોનમાં ફાયર સેફટી, NOC, એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી.વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, પરંતુ જ્યારે ટીમ દ્વારા ચેકિંગ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવા અંગેનો ઘટસ્ફોટ થયો. જેમાં કેટલાકની તો ફાયર NOC પણ ન હોવાનું જાણવા મળ્યું.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુર વિસ્તારના આલ્ફા વન મોલમાં જે ગેમ ઝોન આવેલા છે. તેમણે કોઈએ વ્યક્તિગત ફાયર એનઓસી લેવામાં આવી નહોતી. માત્ર બિલ્ડિંગની ફાયર એનઓસી લેવામાં આવેલી છે. ફન બ્લાસ્ટ અને ઝોન પાસે પણ વ્યક્તિગત ફાયર એનઓસી લેવામાં આવેલી નથી. માત્ર એક સ્નો માટેની જે એક્ટિવિટી છે. તેમના દ્વારા ફાયર એનઓસી લેવામાં આવેલી હતી. પોલીસ પરમિશન વિના ગેમ ઝોન ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ બોલિંગમાં આખું એસી ઝોન છે. પરંતુ ક્યાંય પણ ઈમરજન્સી એક્ઝિટ નથી. માત્ર ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ છે એટલે કે જો બોલિંગમાં કોઈ ઘટના બને તો કાચ તોડીને બહાર લાવવું પડે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કેઅત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમ ઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી આ તમામ બાબતોની ચકાસણી કરી અને જ્યાં સુધી આ ખામીઓને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ગેમ ઝોનને ચાલુ ન કરવા દેવા અંગેની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદના તમામ ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ફાયર સેફટી, NOC, ગેમ ઝોનમાં એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. ગેમ ઝોન ચલાવવા માટે કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી છે તે અંગેના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં એક ટીમ દ્વારા સિંધુભવન રોડ ઉપર આવેલા SHOTT ગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અને ડેપ્યુટી સીટી ઇજનેર સહિતના અધિકારીઓએ ફાયર NOC અને યોગ્ય પ્રકારનું બાંધકામ કર્યું છે કે કેમ તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી.સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
