ગુજરાત હાઈકોર્ટમા રાજકોટના ગેમ ઝોન ફાયરના બનાવને લઈન સુઓમોટો દાખલ
ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના ન્યૂઝ પેપરના કટિંગ મુકાયા હતા. 30 જેટલા માણસો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ આંકડો વધી શકે છે. ઓળખી શકાય નહિ તે પ્રકારે લોકો બળ્યા છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફ્ટી મુદ્દે જુદી-જુદી અરજીઓમાં નિર્દેશ છત્તા આવી દુર્ઘટનાઓ બને છે. TRP ગેમ ઝોન પાસે કોઈ ફાયર સેફ્ટી પરમિશન નહોતી. ઓથોરિટીએ પણ બેદરકારી દાખવી છે.હાઇકોર્ટે કહ્યું કે, રેસિડન્સ પ્લોટ ઉપર ગેમ ઝોન બનાવાયો છે. ફાયર સેફ્ટી નહોતી. વેલ્ડિંગ અને કામગીરી ચાલુ હોવા છતાં લોકોને પ્રવેશ અપાયો હતો. TRPમાં ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો પણ હતા. તો સાથે જ ઇમરજન્સી ગેટ પણ બંધ હતો. એક છોકરાએ 15 લોકોને બચાવ્યા છે. આગ ઓલવવાના પંપ પણ પેટી પેક હતા. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા સિટિંગ જજ તપાસની માંગ કરવામાં આવી છે.કોર્ટે નોંધ્યું કે, આ દુર્ઘટનામાં નાના બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનાના સમાચાર અહેવાલો કોર્ટ સમક્ષ મુકાયા છે.
TRP ગેમ ઝોને GDCRની છટકબારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ગેમિંગ ઝોને તેમની રીતે પ્રવૃત્તિઓ કરી છે. સંલગ્ન ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરીઓ લેવામાં નથી આવી. ફાયર NOC કે બાંધકામની મંજૂરી વગર, કામચલાઉ માળખું ઉભુ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદના સિંધુભવન રોડ, એસ. જી. હાઇવે, એસ.પી. રીંગ રોડ ઉપર ચાલતા આવા ગેમિંગ ઝોનની પણ નોંધ લે છે. પરમિશન વગર ચાલુ કરાતા આવા ગેમિંગ ઝોનમાં બાળકો અને લોકોની સુરક્ષા જોખમમાં મુકાય છે. TRP ગેમિંગ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો હતા. આ મુદ્દે કોર્ટ સુઓમોટો અરજી દાખલ કરે છે. રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ માહનગરપાલિકાના પેનલ એડવોકેટને આ અરજીની કોપી આપવામાં આવે. તેઓ અરજીની સુનાવણીમાં કોર્ટમાં હાજર થશે. કેવી રીતે આ ગેમિંગ ઝોન બને છે? કેવી રીતે તેને ઉપયોગમાં લેવામાં આવે છે? તેના કેવા નિયમો છે? વગેરે વિશે સબમિશન આપશે. આવા ગેમિંગ ઝોનને કેવી રીતે ફાયર સેફ્ટિની મંજૂરી અપાય છે તે જણાવશે. ફાયર સેફ્ટી એક જાહેર હિતની અરજી આ કોર્ટમાં પેન્ડિંગ છે, તેના પક્ષકારોને પણ આ સુઓમોટો અરજીની કોપી અપાશે. વધુ સુનાવણી 27 મે, 2024ના રોજ હાથ ધરાશે.
75