રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, ગેમઝોનમાં વેલ્ડિંગ કરનાર પોલીસના સંકજામાં
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ લાગેલી આગના આરોપીઓની ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે અગ્નિકાંડનો વધુ એક આરોપીને પોલીસે ઝડપ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની અટકાયત કરી છે. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે. આ આગકાંડમાં મહેશ રાઠોડ પણ દાઝ્યા હતા.તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.આ પહેલા ગઇકાલે રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા એલસીબી ટીમે અટકાયત કરી છે. બનાસકાંઠા LCB પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી છે. આબુરોડની બજારમાંથી પોલીસે કરી ધવલ ઠક્કરની અટકાયત કરી છે. રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીના ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
