રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદની સ્કૂલોમાં DEOની અલગ-અલગ ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું

રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદની સ્કૂલોમાં DEO કચેરીની અલગ-અલગ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં ફાયર NOC અને ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી છે. ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે નહિ તે પણ ચકાસવામાં આવ્યા હતા. DEOએ જણાવ્યું હતું કે, ફાયર સેફ્ટી અને NOC ન હોય તે સ્કૂલો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
શહેર DEO કચેરીની ટીમ દ્વારા શહેરમાં આવેલી સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. DEO કચેરીની અલગ-અલગ ટીમ દ્વારા શહેરની સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાડજમાં આવેલી અલગ-અલગ સ્કૂલોમાં એજ્યુકેશન ઇન્સ્પેકટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાધનો ચાલુ કરીને તેની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર NOCનું સર્ટિફિકેટ પણ ચકાસવામાં આવ્યું હતું.DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટની ઘટના બાદ અમદાવાદમાં કોઈ બનાવ ન બને તે માટે તમામ સ્કૂલોમાં શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટી અને ફાયર NOCની ચકાસણી કરવામાં આવશે. તમામ સ્કૂલોને પરિપત્ર કરીને ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હાલતમાં રાખવા, NOC ન મેળવી હોય તો NOC મેળવવા જાણ કરવામાં આવી છે. સ્કૂલો બેદરકારી રાખશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Social