સાણંદના ચાંગોદરમાં ફરી પાર્ક બાઇકની ચોરી થઇ
સાણંદના ચાંગોદરમાં આરજી સીટી મોલમાં દુકાન આગળ વેપારી બાઇક પાર્ક કરીને ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખસે પાર્ક કરેલી બાઇકની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
સાણંદના મોરૈયા ગામમાં રહેતાં અને મુળ કરમાલ, રાજસ્થાનના સુરેશ મુલસિંહ ચૌહાણનો માસીના દિકરા પુષ્પેન્દ્રસિંહ રાતના પોણા નવેક વાગ્યે બાઇક લઈને ચાંગોદરમાં આવેલા આરજી સીટી મોલમાં એક દુકાનની આગળ બાઇક પાર્ક કરી સ્ટિયરિંગ લોક કરી સનાથલ ચોકડી ગયા હતા. અને ત્યાંથી કામકાજ અર્થે બહાર ગામ ગયા હતા. પરત આવતાં પાર્ક કરેલી રૂ.1.30 લાખની કિંમતની બાઇકની કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી નાસી જતાં સુરેશે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
