વડોદરા હરણી બોટકાંડ કેસને લઈ ગૃહવિભાગે ગુજરાતભરની શાળાઓ માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા
વડોદરા હરણી બોટકાંડ કેસને લઈ ગૃહવિભાગે ગુજરાતભરની શાળાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારી અને ખાનગી શાળાઓમાં માર્ગદર્શિકાનો અમલ કરવાનો રહેશે. વડોદરા હરણી બોટકાંડ કેસમાં ગૃહ વિભાગે અગ્નિકાંડ સર્જાયા બાદ માર્ગદર્શિકા જાહેર કરી છે. બોટકાંડ કેસને લઇ ગૃહવિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે રાજ્યભરની શાળાઓએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે. તેમજ બાળકોને પ્રવાસમાં લઇ જવાના હોય ત્યારે માર્ગદર્શિકાનો અમલ ફરજિયાત કરવાનો રહેશે. જે સરકારી અને ખાનગી શાળાઓ તમામને લાગુ પડશે. જે માર્ગદર્શિકામાં અનેક મુદ્દાઓ છે જે તમામનો ખાસ અમલ કરવાનો રહેશે. જે માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમ્યાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જે કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી TRP ગેમ ઝોનનાં અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરતાની સાથે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ હતી. રાજ્ય સરકારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી ઝોન-2ની તાકીદે બદલી કરવામાં આવી હતી. કોર્પોરેશનના કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં એક નામ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગડિયાનું પણ છે. ટીઆરપી ગેમ ઝોનની દુ:ખદ દુર્ઘટના પાછળના કેટલાય જવાબદાર અધિકારીઓ પૈકી એક અધિકારી સાગઠિયાનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. ટીપી શાખામાંથી સાગઠિયાની બદલી કરાયા બાદ હવે તેમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
