અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનાથી દોડધામ

રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની કળ હજુ વળી નથી, ત્યાં તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની. સવારે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કેન્સર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગના પાંચમા માળે AC કોમ્પ્રેસરમાં આગ લાગી હતી.
આગ લાગવાની ઘટના બનતા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો સદુપયોગ કરીને આગ બુઝાવી લેવામાં આવી હતી. એસી કોમ્પ્રેસરમાં આગ લાગતાં પાંચમા માળે કંઈક બળતુ હોય તેવી દુર્ગંધ આવવાની શરૂઆત થતા જ આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતા. બીજી તરફ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગની છત ઉપર એસી કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બનતા તુરંત આઈસીયુમાંથી દર્દીને ખસેડી લેવાતાં મોટી જાનહાની ટળી હતી. સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોવાથી પણ આગ બુઝાવાનું કાર્ય ઝડપથી પાર પાડ્યું હતું.સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આગ લાગવાની થોડીક જ ક્ષણોમાં આગ બુઝાવી લેવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવાથી મોટું નુકસાન થતા અટકી ગયું હતું. કોઈ પણ જાનહાનિ થઈ નથી અથવા કોઈ પણ દર્દી તથા સ્ટાફને ઈજા પહોંચી નથી.ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના બિલ્ડીંગ 1-સીના ટેરેસ પર આવેલા એ.એચ.યુ.ની હિટર કોઈલ આવેલી છે. જે ઓટો મોડમાં હોય છે અને હ્યુમિડિટી વધઘટ સાથે ઓન-ઓફ થતી હોય છે. હ્યુમિડિટી વધી જતાં હિટર કોઈલ કામ કરતી બંધ થતાં તેના લીધે કોઈલની દુર્ગંધ આવી હતી. આથી હોસ્પિટલ ટીમ તરત જ ફોલ્ટનું નિદાન કરી, ફોલ્ટનું સોલ્યુસન કરેલું છે. હોસ્પિટલના ત્રણ નવા બિલ્ડીંગ ફાયર સેફ્ટીથી સુસજ્જ છે. છતાં પણ સેફ્ટીના ભાગ રૂપે ફાયર બ્રિગેડને જાણ કરેલી છે. ફાયરબ્રિગેડની ટીમે ઇન્સપેક્સન કરી કોઈ જ ઇસ્યુ નથી તેવી માહીતી આપી.હોસ્પિટલમાં બધી જ જાતની સેવાઓ ચાલું છે અને કોઈ જાતનું ફાયર ઇન્સીડન્ટ થયેલું નથી. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ બધા જ બિલ્ડીંગમાં ફાયર એનઓસીથી સુસજ્જ બિલ્ડીંગ છે. ફાયર એન.ઓ.સી. પણ ઉપલબ્ધ છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તે અંગેની તાલીમ પણ જે ત્રણ દિવસ માટેની હોય છે, જે એક અઠવાડિયા પહેલાં આપવામાં આવી હતી. જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શક્યા છીએ.
ગુજરાત

Social