વેજલપુરમાં ઘર પાસે બેઠેલા બાપ-દીકરાને અજાણ્યા શખ્સોએ પથ્થર માર્યા
અમદાવાદ મા લોકો પોતાના ઘર પાસે પણ સલામત ના હોય તેવી ઘટના અમદાવાદમાં બની છે. લોકોમાં લુખ્ખા તત્વોને લઈને ડર વધી રહ્યો છે. ત્યારે વેજલપુર વિસ્તારમાં બાપ-દીકરો પોતાના મકાન પાસે બેઠા હતાં. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ પહેલા કાચની ખાલી બોટલ નાંખી હતી. ત્યાર બાદ છુટા પથ્થર ફેંકવામાં આવતાં ફરિયાદીને ઈજા પહોંચી હતી. ડરના માર્યા ફરિયાદીએ પોલીસને ફોન કર્યો હતો. ત્યાર બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી.
વેજલપુરમાં રહેતા ટપુભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલમા નિવ્રુત જીવન ગુજારુ છું. ગઈકાલે રાત્રિના આશરે આઠ વાગ્યાની આસપાસ હું તથા મારો દીકરો જ્યંતિ અમારા મકાનની પાછળના ભાગે કોમન જગ્યામાં બેઠો હતો. તે દરમિયાન અમારા મકાનના પાછળના ભાગેથી કોઇએ પહેલા કાચની બોટલ અમારા ઘર ઉપર ફેંકેલી જે બોટલ અમને કોઇને વાગેલ નહીં.પરંતુ થોડી વાર પછી તે જ જગ્યાએથી કોઇએ અમારા ઉપર છુટા પથ્થર ફેંકી અમોને ઇજા પહોંચાડી હતી. જેથી મને પગમા ઇજા કરેલી અને મને પગના ભાગે બેઠો માર વાગેલો હતો. જેથી મેં ઉભા થઇને અમારા મકાનના પાછળના ભાગે જોયું તો બે અજાણ્યા ઇસમો ત્યાથી ભાગતા દેખાયા હતાં. તે બન્ને ઇસમો કોણ હતા તેઓના નામ સરનામાની ખબર નથી. હું ખુબ જ ગભરાઇ ગયો હોવાથી મેં પોલીસ બોલાવી હતી અને ફરિયાદ નોંધાવી છે.
