પોક્સોના ગુનાનો નિકાલ કરવા માટે આરોપીએ વધુ એક ગુનો કર્યો

પોક્સોના ગુનાનો નિકાલ કરવા માટે આરોપીએ વધુ એક ગુનો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાઈકોર્ટમાં બોગસ ડોક્યુમેન્ટ રજુ કરી પોતે કરેલા ગુનામાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટે કરેલી તપાસમાં દસ્તાવેજ ખોટા હોવાનું સામે આવતા ગુજરાત હાઈકોર્ટના એડિશન રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મુખ્ય આરોપીની સાથે બોગસ દસ્તાવેજ બનાવનારની પણ પોલીસે શોધખોળ હાથ ધરી.
વર્ષ 2017માં અમરેલીના ખાંભા પોલીસ મથકમાં અમિત વાધેલા નામના આરોપી વિરુધ્ધ અપહરણ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેણે 17 વર્ષ અને 10 દિવસની સગીરાનું અપહરણ કર્યુ હતું. જે ગુનામાં આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદના નિકાલ માટે ક્વોશીંગ પિટિશન કરી હતી. તે પિટીશનમાં આરોપી ભોગ બનનાર સગીરાનું જન્મનું બનાવટી સર્ટીફિકેટ રજુ કર્યું હતુુ એટલે કે આરોપીએ સગીરાની ઉમંરમાં વધારો કરી સગીરાને પુખ્ત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો.કોર્ટે તપાસ કરતા દસ્તાવેજ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેથી સોલા પોલીસ મથક ખાતે પોક્સોના આરોપી અમિત વાઘેલા વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમિત વાધેલાએ કોર્ટમાં રજુ કરેલા જન્મના પ્રમાણપત્રની ખરાઈનો આદેશ કરતા સામે આવ્યું કે, કોર્ટમાં રજુ કરેલા જન્મના પ્રમાણપત્રમાં સગીરાનો જન્મ રાયડી ગામે થયો હોવાનું બતાવ્યું હતુ.સાથે જ તેની જન્મતારીખ પ્રમાણે તેની ઉંમર પણ પુખ્ત દર્શાવવામાં આવી હતી. જે દસ્તાવેજ રાયડી ગ્રામ પંચાયતમાંથી મેળવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ.પોલીસે તપાસ કરતા સગીરાનો જન્મ જાફરાબાદના ગામમાં થયો હતો અને તેની ઉમર 18 વર્ષ કરતા ઓછી હતી જે સાબીત થતાં કોર્ટે તપાસનો આદેશ આપી ગુનો નોંધાવ્યો.

Social