રાજકોટ અગ્નિકાંડ બાદ AMCએ 60 થી વધુ મિલ્કતો સીલ કરી
રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિ કાંડ amc એક્શન મોડમાં આવી ગયું.. જેમાં અમદાવાદમા ફાયર અને એનઓસી, બીયુ પરમિશનના હોય તેવા એકમો સામે કાર્યવાહી કરતા 60 થી વધુ મિલ્કતો ને સીલ કરી દેવામાં આવી હતી. જ્યાં 30 થી વધુ હોસ્પિટલ અને 10 થી વધુ શાળા અને કોલેજનો સમાવેશ થાય છે.
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર અને એનઓસી, બીયુ પરમિશનના હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી. જેને લઈને રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ કોલેજ ઉપરાંત છ જેટલી હોસ્પિટલો ગેમઝોન અને ટ્યુશન ક્લાસીસ સાથે મળીને 20 થી વધુ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. 400 થી વધુ એકમોની તપાસ કરવામાં આવી. જેમાંથી 60 થી વધુ એકમોને સીલીંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી.રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું. તેને લઈને એસટી વિભાગ તેમજ ફાયર વિભાગ દ્વારા પણ સંયુક્ત કામગીરી કરીને બી યુ પરમિશન, NOCની ચકાસણી કરવામાં આવી. જો બીયુ પરમિશન, NOC ના હોય તેવા એકમો સીલ પણ કરવામાં આવ્યા હતા.
