કુડાસણની કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે માટીની ભેખડ ધરાશાયી થઈ જતાં બે મજૂરો દટાયા, એક મજૂરનું ટૂંકી સારવાર દરમ્યાન મોત

ગાંધીનગરના કુડાસણની કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે માટીની ભેખડ ધરાશાયી થઈ જતાં બે મજૂરો દટાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બંને ઈજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં એક મજૂરનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. અને ઈન્ફોસિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુડાસણ ખાતે બોસ્કી સનેલાઈટ નામની 3 બીએચકે ફ્લેટ – દુકાનોની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાઈ ગયા હતા. આ બનાવના પગલે અત્રે કામ કરતા મજુરોએ માટી હટાવીને બે મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાં મોન્ટુ યાદવ નામના મજૂરની હાલત ગંભીર હતી. બે મજૂરો દટાઈ ગયાની જાણ થતાં કન્સ્ટ્રક્શન સાઇટનાં સુપરવાઇઝર સહીતના લોકો પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. જે પૈકી એક મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ભોયરું ખોદવામાં આવેલું છે. જેની માટીનો એક ભાગ ધરાશાયી થયો હતો. એ વખતે અહીં કામ કરી રહેલા બે મજૂરો માટી નીચે દટાઈ ગયા હતા. જેઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં મોન્ટુ યાદવનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Social