સાણંદના ગિબપૂરા પાસે લોડીંગ રીક્ષાની ટક્કરે એક્ટિવા ચાલકને ઇજા કરી રીક્ષા ચાલક ફરાર

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતા મશરૂભાઈ રણછોડભાઈ સોલંકી (ઉ.41) મકાનોના કોન્ટ્રાકટથી કામ કરે છે. અને સાણંદ તાલુકાનાં ઝૂંડા ગામે કામ ચાલે છે. મશરૂભાઈ ઝૂંડા ગામે જતા હતા ત્યારે ગિબપુરા ગામે આવતા પાછળથી એક લોડીંગ રીક્ષા ટક્કર મારતા તેઓ નીચે પડી ગયેલ અને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં બેભાન હાલતમાં હતા. અકસ્માત બાદ અજાણ્યા ટેમ્પ ચાલક ફરાર થયો હતો. 108માં જાણ કરતાં 108માં મશરૂભાઈને સારવાર માટે સાણંદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપતા તેઓ ભાનમાં આવતા તેઓએ પરિવારને જાણ કરતાં તેઓનો દીકરો સાણંદ પહોચી મશરૂભાઈને પ્રાઈવેટે વાહનમાં અમદાવાદ ખાતે ભીમજીપુરામાં ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડયા હતા.
અકસ્માત અંગે મશરૂભાઈ રણછોડભાઈ સોલંકીએ સાણંદ પોલીસમાં ફરાર અજાણ્યા ટેમ્પ (લોડીંગ રીક્ષા) ચાલક સામે ફરિયાદ કરતાં કરી હતી.

Social