અમદાવાદમાં પાનપાર્લરમાંથી પ્રતિબંધિત 55 સિગારેટના બોક્ષ સાથે એક ઈસમ ઝડપાયો

ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવનીતકુમાર તથા તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, કોમર્સ છ રસ્તા પાસે આવેલ કે.ડી.સેન્ટર કોમ્પલેક્ષમાં સિલ્વર લીફ પાન પાર્લર ધરાવનાર વિશાલ અગ્રવાલ તથા તેનો માણસ મુકેશ મસીહા બન્ને ભેગા થઈને પાન પાર્લરમાં ઈ-સિગારેટનો જથ્થો લાવી વેચાણ કરી રહ્યા છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી જુદી જુદી ફ્લેવરના 63 વેપ ઈસિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. સાથે સાથે પ્રતિબંધિત સિગારેટના 96 બોક્ષ પણ મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે મુકેશ મસીહા અને વિસાલ અગ્રવાલ બન્ને સામે સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સાથે જ કુલ રૂ.1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઈસિગારેટનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી છે. તો બીજી બાજુ એસઓજી ક્રાઈમ ની ટીમને એસજી હાઈવે ગોતા બ્રીજ પાસે સ્વાદ ગાંઠીયા રથમાં આવેલ સ્વાદ પાન લવર્સ નામના પાન પાર્લરમાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો હોવાની માહિતી મળી હતી. જેના આધારે એસઓજી ક્રાઈમની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. જેમાં ચેતવણી ની છાપ કે છબી છપાયેલ ન હોય તથા ચેતવણી લખેલ ન હોય તેવા 55 સિગારેટના બોક્ષ મળી આવ્યા હતા. જેથી પોલીસે પાન પાર્લર ચલાવનાર ઉમંગ માકડીયાની ધરપકડ કરી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન સિગારેટનો જથ્થો તેની સાથે કામ કરતો જય ધમસાણીયા લાવ્યો હતો, સાથે જ આ જથ્થો વિક્રમ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે જય અને વિક્રમ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

Social