સાણંદના મનીપુર ગામેથી મોબાઈલના ટાવરની 4 બેટરી ચોરાઇ
મનીપુર ગામ પાસે મોબાઈલના ટાવરમાંથી 40 હજારની કિંમતની બેટરીની ચોરીની ફરિયાદ બોપલ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યાં અનુસાર સાણંદ તાલુકાના મનીપુર ગામમાં તુલીપ વીલેજ ખાતે ખાનગી કંપનીનો ટાવર આવેલ છે. સરખેજમાં રહેતાં મહંમદ ક્લીમ શેખ ખાનગી કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.15મે 2024એ સાડા બાર વાગ્યે તેઓની કંપનીના સુપરવાઇઝર બલવીર શર્માએ તેઓને ફોનથી જાણ કરેલ કે મનીપુર ગામની સીમમાં આવેલ તુલીપ વીલેજ ખાતે આવેલ ટાવર બંધ થઈ ગયેલાનુ સિસ્ટમમાં એલર્ટ બતાવતા હોવાનું જણાવ્યુ હતું અને સુપરવાઇઝર બલવીર શર્મા અને ટેકનીશીયન રાજીવ લલ્લુરામ શર્માએ ટાવર ખાતે તપાસ કરતાં ટાવરની 4 બેટરી ચોરાઈ હોવાનું માલુમ પડયુ હતુ. કોઈ અજાણ્યા ઈસમે રૂ.40 હજારની કિંમતની ટાવરમાંથી કુલ 4 બેટરીની ચોરી કરી ફરાર થઈ હતી. બનાવ અંગે મહંમદક્લીમ મહંમદનઝીર શેખે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
