સનાથલ સર્કલથી રિક્ષામાંથી ઇંગ્લિશ દારૂના સાથે એક પકડાયો

ચાંગોદર પોલીસે વોચ ગોઠવી સરખેજ તરફ રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એક ઈસમને પકડી લઈ રૂ.73,200/-નો મુદ્દામાલ જપ્ત કરી સરખેજના એક ઈસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાંગોદર પોલીસની ટિમને બાતમી મળેલ કે બાવળા સરખેજ હાઈવે તરફથી એક સી.એન.જી રીક્ષામાં ભારતીય બનાવટનો ઇગ્લિસ દારૂ ભરી બાવળા સરખેજ હાઇવે તરફથી સરખેજ તરફ જનાર છે, જેથી ચાંગોદર પોલીસની ટીમે સનાથલ સર્કલ નજીક ચાર્ટડ કંપની સામે હાઇવે રોડ ઉપર અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી અને તે વખતે બાવળા તરફથી બાતમી વાળી એક રીક્ષા આવતા તેને રોકી ચાલક શૈલેષ મહેશભાઈ ચુનારા (રહે. ગોકુલનગર ઉજાલા, સરખેજ)ને પકડી રીક્ષામાં તપાસ કરતા રીક્ષાની આગળની સીટ નીચેથી ભારતીય બનાવટની પંરપ્રાતીય દારૂની અલગ અલગ કુલ 78 બોટલ કિંમત રૂ.20,200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ચાંગોદર પોલીસે શૈલેષ મહેશભાઈ ચુનારા (રહે.સરખેજ)ને પકડી દારૂનો જથ્થો, મોબાઈલ,રિક્ષા મળી કુલ રૂ.73,200નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.

Social