ગ્રાહક બજાર નો રાજા-સફળતા ની કથા

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે ગ્રાહક કેવી રીતે બનાવવા અને ગ્રાહક ને કેવી રીતે ઓળખવા અને અને ગ્રાહક ને જાળવી કઈ રીતે રાખવા એ જ શ્રેણી ને આગળ વધારીશું.

વ્યાપાર માં રોજ નવા ગ્રાહક બનાવવા જરૂરી હોય છે એના માટે તમારે સ્ટ્રોંગ માર્કેટિંગ વ્યુહરચના હોવી જોઈએ અને તમારી કસ્ટમર સર્વિસ પણ પ્રોપર રાખો જેના થી કસ્ટમર attract થાય અને પોતાની સાથે બીજા કસ્ટમર ને પણ લાવે.

ધારો કે તમે કોઈ વ્યવસાય ચાલુ કર્યો અને ઉદઘાટન વખતે જોરશોર થી માર્કેટિંગ કર્યું અને જોરદાર ઓફર પણ કસ્ટમર માટે ખુલી મૂકી તો ત્યારે તો કસ્ટમર આકર્ષાઈ ને પરચેસ કરશે.પણ 1st દિવસે સારો વ્યવસાય થયો એટલે વ્યવસાય સફળ થયો એમ ના કહેવાય.એના માટે continue નવા ગ્રાહક બનાવતા રેહવું પડે અને advertisement અને પ્રોપર માર્કેટિંગ ની સાથે થોડા થોડા સમયે સેલ ની offer પણ રાખવી પડે.

અને નવા ગ્રાહક ની સાથે સાથે જૂના ગ્રાહક કાયમી તમારા જોડે જોડાઈ રહે એનું ય ધ્યાન રાખવું. કારણ કે નવા ગ્રાહક બનાવવા માં જે ખર્ચ લાગે છે એના થી ઓછો ખર્ચ જૂના ગ્રાહક ને જાળવી રાખવા માં લાગે છે.

 કારણ કે નવા ગ્રાહક ને તમારા પર અને તમારી પ્રોડક્ટ પર વિશ્વાસ કરતાં સમય લાગશે પણ જો એક વાર એ તમારો ગ્રાહક બની જશે પછી એની પાછળ માર્કેટિંગ કે શેનો ય ખર્ચ નઇ કરવો પડે બસ તમને એમનો નેચર સમજી ને એમની સાથે વ્યવહાર કરતાં આવડવું જોઈએ ,અને પછી જો તમે તમારી કોઈ બીજી પ્રોડક્ટ ય માર્કેટ માં મુકશો તો એ ગ્રાહક ને ખાલી કેવાનું રેશે કે આ product નવી આવી છે એ કઈ જ સવાલ વગર એના જરૂર ની લાગશે તો લઈ જ લેશે.અને એ જ ગ્રાહક તમારી પ્રોડક્ટ વિશે એની ઓળખાણ માં હશે એમને જણાવશે. અને તમને નવા ગ્રાહક શોધી આપવા માં મદદરૂપ થશે.બસ એમ જ સાઇકલ ચાલશે અને તમારો વ્યવસાય દિન દુગની રાત ચોગની પ્રગતિ કરશે.બસ એટલુ ધ્યાન માં રેહવું જોઈએ કે જે કસ્ટમર તમારી સાથે જોડાયેલ છે એ તમારી સર્વિસ થી કે તમારી પ્રોડક્ટ થી ક્યારેય અસંતોષ ના અનુભવે એના માટે ટાઇમ એ ટાઇમ એ પ્રોડક્ટ ની quality અને તમારા તરફ થી મળતી સર્વિસ પ્રોપર છે કે નહીં એની તપાસ કરતાં રહો અને એ જ ગ્રાહકો નો feedback માંગો અને એમના feedback ને ધ્યાન માં લઈ ને જરૂરી ચેંજીસ ય કરતાં રહો એના થી 2 ફાયદા થશે એક એ કે તમને તમારી પ્રોડક્ટ અને સર્વિસ નો ખ્યાલ રહશે અને એ ગ્રાહકો ને એમ ફીલ થશે કે તમારા માટે એ ખુબ જ જરૂરી છે અને તમને એમની સુવિધા નો ખ્યાલ છે.

Social