मुल्क के प्रथम प्रधान मंत्री पंडित
नेहरू पर भारतीय सिनेमाके गीतकार आफरीन थे।
મે માસની ૨૭ મી તારીખે જેમની પુણ્યતિથિ દેશ અને દુનિયા માં ઉજવાઈ ગઈ, એ મહામાનવ, સ્વપ્નદ્રષ્ટા, અત્યંત સંવેદનશીલ વ્યકતિત્વના માલિક અને ઘોર માનવતાવાદી, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ વિશે હિન્દી સિનેમા જેને આજે બોલીવુડના નામથી સંબોધે છે. એ સિનેમાના ઘણા બધા નિર્માતા, નિર્દેશકો એ નેહરુ ને કેન્દ્રમાં રાખીને ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જેમાં પ્રમુખ ફિલ્મો છે. નૌનિહાલ, અમન, હકીકત, નેહરુ, નેહરુ : ધ જવેલ ઓફ ઈંડિયા, અબ દિલ્લી દૂર નહિ વગેરે. અહીં એમને શ્રદ્ધાંજલિ આપતો બે ફિલ્મોના ગીતોનો ઉલ્લેખ કરવો છે. પહેલા નૌનિહાલ ફિલ્મનું આ મશહૂર ગીત જેના માટે શ્રીમતી ઇન્દિરા ગાંધીના મુખમાં થી અનાયાસ આ શબ્દો સરી પડયા હતા. ” રફી ચુપ ભી હો જાઈએ અબ એક, લફજ ભી નહિ ” રફી દ્વારા ગાયેલ, અને કૈફી આઝમી દ્વારા રચિત આ ગીતના દરેક શબ્દ , અને દરેક પંક્તિએ તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરાજીને મંત્ર મુગ્ધ તો કર્યા પણ સાથે સાથે મર્માન્તક વેદનામાં ડબાડી દીધા, આવાઝ અને લફજોના જાદુઈ અસરથી ઈન્દિરાગાંધી, અભિભૂત થઇ ગયા અને ઉપર્યુક્ત શબ્દો એમના મુખમાંથી સરી પડયા. ગીત આ રીતે છે.
મેરી આવાજ સુનો, પ્યારકા રાજ સુનો,
મૈંને એક ફૂલ જો સીને પે સજા રખા થા
ઉસકે પર્દે મેં તુમ્હેં દિલસે લગા રખા થા
થા જુદા સબસે મેરે ઈશ્કકા અંદાજ સુનો
મેરી આવાજ સુનો
જિંદગીભર મુઝે નફરતસી રહી અશ્કો સે,
મેરે ખ્વાબો કો તુમ અશ્કો મેં ડુબોતે ક્યોં હો,
જો મેરી તરહ જીયા કરતે હૈં, કબ મરતે હૈં ?
થક ગયા હું મુઝે સો લેને દો રોતે ક્યોં હો ?
સોકે ભી જાગતે હી રહતે હૈં જાંબાજ સુનો
મેરી આવાજ સુનો
મેરી દુનિયા મેં ના પૂરબ હૈ, ના પશ્ચિમ કોઈ
સારે ઈન્સાન સિમટ આયે ખુલી બાહો મેં
કલ ભટકતા થા મેં જિન રાહો મેં તન્હા તન્હા,
કાફિલે કિતને મિલે આજ ઉન્હી રાહો મેં
ઔર સબ નિકલે મેરે હમદર્દ મેરે હમરાઝ સુનો
મેરી આવાજ સુનો
નૌનિહાલ આતે હૈં અર્થી કો કિનારે કર લો
મૈં જહાં થા ઈન્હેં જાના હૈં, વહાંસે આગે
આસમાં ઈનકા, ઝમી ઈનકી જમાના ઈનકા
હૈં કઈ ઈનકે જહાં મેરે જહાં સે આગે,
ઈન્હેં કલિયાં ના કહો હૈં યે ચમનસાઝ સુનો
મેરી આવાજ સુનો
ક્યોં સંવારી હૈ એ ચન્દન કી ચિતા મેરે લિયે
મૈં કોઈ જિસ્મ નહિ હું કી જલાઓગે મુઝે
રાખકે સાથ બિખર જાઉંગા મૈં દુનિયા મેં
તુમ જહાં ખાઓગે ઠોકર વહાં પાઓંગે મુઝે
હર કદમ પે હૈ નયે મોડ કા આગાઝ સુનો
મેરી આવાઝ સુનો
આ ગીતમાં ગીતકાર કૈફી આઝમીએ કમાલ કરી છે. આ દૂરંદેશી, અતિ સંવેદનશીલ વ્યકતિની લગભગ તમામ ખૂબીઓનો સમાવેશ આ ગીતના એક એક શબ્દોમાં છલકે છે. ” મેરે દૂનિયા મેં ન પૂરબ હૈ ના પશ્ચિમ કોઈ ” આ પંક્તિ એમનામાં રહેલી અખંડ માનવતા તરફ ઈંગિત કરે છે. આજના આ વેંતિયા નેતાઓ, લગભગ બેક બોન વગરનાને આ વિરાટ વ્યક્તિત્વ વિશે કેવી રીતે ખબર પડે ? એટલે જ તો બેચાર કહે છે કે નેહરુએ શું કર્યું ? કારણ કે આ વાત એમના મગજમાં આવતી જ નથી કે કોઈ માણસ આટલો બધો કર્મઠ, કર્મ યોગી, અને યુગ દ્રષ્ટા કેવી રીતે હોઈ શકે ?
“અમન” ફિલ્મનું એક બીજું ગીત જોઈએ જે નેહરુજી ને કેન્દ્રમાં રાખીને ગીતકારે લખ્યું છે.આ ગીતના ગીતકાર હસરત જયપુરી છે અને ગાયક રફી સાહબ.
અમન કા ફરિશ્તા કહા જા રહા હૈ,
ચમન રો રહા હૈ મચી હૈ દુહાઈ
અમન કા ફરિશ્તા કહાં જા રહા હૈ
કિયા કામ ઐસા કિ હલચલ મચાદી
યે દુનિયા જહન્નુમથી જન્નત બનાદી
ખીંચી આ રહી હૈ સારી ખુદાઈ
ચમન રો રહા હૈ મચી હૈ દુહાઈ
ન ઉજડેગી દુનિયા કિસીભી દુલ્હન કી
ન રોયેગી રાખી કિસીભી બહનકી
જુદા અબન હોગા, ભાઈ સે ભાઈ
ચમન રો રહા હૈ….
બહુત દેર જાગા થા સોયા હુઆ હૈ
અમન કે ખયાલો મેં ખોયા હુઆ હૈ
એ કૈસી મુહબ્બત,એ કૈસી જુદાઈ
ચમન રો રહા હૈ મચી હૈ દુહાઈ
એ જીવન કી મંજિલ પે છુટા થા હમસે,
કોઈ તો મનાઓ યે રુઠા થા હમસે
નઝર મેરે બાબુકો કિસને લગાઈ
ચમન રો રહા હૈ મચી હૈ દુહાઈ
અમન કા ફરિશ્તા કહાં જા રહા હૈ
ચમન રો રહા હૈ મચી હૈ દુહાઈ
પંચશીલના પ્રણેતા જવાહરલાલ નેહરુએ અવિતરણ પણે. રાત-દિવસ અથાગ પરિશ્રમ કરીને આ દેશનું નવનિર્માણ કર્યું છે. આ વૈશ્ચિક સ્તરની આઈ.આઈ.એમ, આઈ.આઈ.ટી. જેવી વિરાટ સંસ્થાઓ, નદીઓ ઉપરના વિશાળ ડેમ, રેલવે, સડકો, વૈજ્ઞાનિક સંસ્થાઓ , અસ્પતાલો, રિસર્ચ સેન્ટરો ઓંટોમેટિક કેન્દ્રો, કૃષિ સંવર્ધન કેન્દ્રો, એવિએશન ક્ષેત્રમાં હરણફાળ જીવનને ખુશહાલ, અને ચિંતા મુક્ત બનાવવા માટે આ મહામાનવે કોઈ કસર છોડી નથી. નેહરુએ સાચા અર્થમાં લાંબી દ્રષ્ટિ રાખીને વિકાસ કાર્યો હાથ ધર્યા હતા જેમાં પર્યાવરણને નહિવત નુકશાન થાય ,યથાર્થ વિકાસ.આજની જેમ વિનાશયુક્ત વિકાસ નહિ.
પોતાની લીટી જાત મહેનતથી લાંબી કરો તો કોઈને કશું જ વાંધો નથી પરંતુ બીજાની લીટી ભૂંસીને જયારે કોઈ પોતાની લીટી લાંબી કરવાનો આભાસ આપે છે તો સામાન્ય નાગરિકને આજે નહિ તો કાલે સમજાય છે; કારણકે તમે સત્યની જ્યોતિ ને કેવી રીતે છુપાવી શકો ?
