અમદાવાદના નિકોલમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના,કાર ચાલકે પરિવારના 3 સભ્યોને લીધા અડફેટમાં, CCTV ફૂટેજ સામે આવ્યા
અમદાવાદના નિકોલમાં નાઇટ વોક માટે નીકળેલા પરિવારને કાર ચાલકે અડફેટમાં લીધો, આ પછી તે ફરાર થઈ ગયો હતો. લોકોએ જોયું તો તરત જ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. બનાવ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં કાર ચાલકે એક પરિવારના ત્રણ લોકોને કચડી નાખ્યા. આ પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હોવા છતાં તે ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના નિકોલના ગુરુકુલ સર્કલ પાસે બની હતી. અહીં એક પરિવાર રાત્રિના સમયે ફરવા નીકળ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પરિવારના ત્રણ સભ્યો એકબીજાની વચ્ચે વાતો કરતા ફરવા નીકળ્યા હતા. તે જ સમયે અચાનક એક કાર ચાલકે બધાને કચડી નાખ્યા અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
કાર ચાલકે વોક કરવા નીકળેલા પરિવારને અડફેટમાં લીધાં હતા, કારની ટક્કર વાગતા પરિવારના સભ્યો આગળના ભાગમાં પટકાયા હતા. આ અક્સમાત થતા લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.શુક્રવારે મોડી રાત્રે બનેલી ઘટના અંગેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકનો પીછો પણ કર્યો હતો. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર નિકોલ વિસ્તારમાં આવેલ ગૂરૂકુલ સર્કલ પાસે એક બેફામ કાર ચાલકે પરિવારના જ 3 સભ્યોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે જોરદાર ટક્કર મારી હતી. જેને લઈને પરિવારના સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.
54