અમદાવાદમાં હોસ્પિટલો, શાળા-કોલેજો, મોલ, હોલ-પાર્ટી પ્લોટ, બિલ્ડીંગો, બસ સ્ટેન્ડ સહિત તમામ જગ્યાએ સેફ્ટીનું બોર્ડ ફરજિયાત

રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ જાગેલી રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકા વિસ્તારમાં ફાયર NOCને લઈને ચેકિંગ અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં જ્યાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળો જેવા કે ગેમઝોન, હોસ્પિટલો, શાળા – કોલેજો, ક્લબો, મોલ-મલ્ટિપ્લેક્સ, કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો, સુપર માર્કેટ, ગોડાઉનો, એરપોર્ટ, રેલવે બસ સ્ટેન્ડ, હાઇરાઈઝ રહેણાંક બિલ્ડિંગો વગેરે સ્થળો પર હવે ફાયર NOC હોવા અંગેનું બોર્ડ મુખ્ય દરવાજા ઉપર લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર NOCને લઈને બોર્ડ લગાવવા માટે જાહેર નોટિસ આપવામાં આવી છે. જો બોર્ડ નહીં લગાવવામાં આવે મામલે આગામી દિવસોમાં નિર્ણય કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ફાયર વિભાગ વિપુલ ઠક્કરેજણાવ્યું હતું કે, જે પણ જાહેર સ્થળો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય એવા તમામ સ્થળો પર હવે ફાયર NOC લેવામાં આવેલી હોવાનું બોર્ડ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે .જે લોકોએ ફાયર NOC લીધી છે. તે તમામ લોકોએ લાગુ પડશે અને તેમને લગાવવાની અમે સૂચના પણ આપીશું.રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે જાહેર સ્થળો જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા તમામ સ્થળો પર મિલકતના માલિક, ભાડુઆત, કબજેદાર, સંચાલક દ્વારા બિલ્ડિંગની મુખ્ય એન્ટ્રી (બિલ્ડીંગમાં અંદર જવાનો રસ્તો)માં 3 ફૂટ×2 ફૂટ જગ્યામાં ફાયર NOC નંબર, કઈ તારીખે લીધી હતી અને કઈ તારીખે પૂરી થાય છે. તેની વિગત લાલ કલરના બેકગ્રાઉન્ડ સફેદ કલરમાં લખેલા બોર્ડમાં દર્શાવવાનું રહેશે. જે લખાણ વખતો-વખત ફાયર સેફટી સર્ટીફીકેટની રીન્યુઅલ સાથે વિગતો પણ અપડેટ કરવાની રહેશે અને તે બોર્ડ હંમેશા કોઇપણ અવર-જવર કરતા વ્યક્તિને સરળતાપૂર્વક પ્રવેશમાં જ ધ્યાને આવે તે પ્રમાણે લગાવવાનું રહેશે.ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013″ની કલમ 18 અને 19ની અનુસંધાને “ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ – 2014″માં UDD વિભાગ દ્વારા કરવામાં આવેલા સુધારા વિધાયકમાં જણાવ્યા આનુસારના “THIRD SCHEDULE”માં તમામ એકમો દ્વારા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર NOC) લેવાની થતી હોય તે તમામ એકમો દ્વારા તેમની બિલ્ડીંગ, સંસ્થા કે કોઇપણ પ્રકારની જગ્યા કે જેમના દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ પાસેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર NOC) મેળવેલી હોય તે તમામ એકમોના બિલ્ડરો/માલિકો/ભાડુઆત/ભોગવટો કરનાર/કબજેદારોએ ફાયર NOC લીધી હોવા અને તેની વિગતોનું બોર્ડ લગાવવાનું રહેશે.

Social