સાણંદના શાંતિપુરામાં એક ઘરમાં તસ્કરે રૂ.6.29 લાખની ચોરી કરી ફરાર
સૂત્રોના કહેવા મુજબ સાણંદ તાલુકાનાં નવા શાંતિપુરામાં મોમીનવાસમાં રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ મોમીન રાત્રે 12 વાગે તેઓના બીજા નંબરના મકાનમાં પહેલા રૂમમાં અબ્દુલભાઈ તેઓની પત્ની તથા તેઓનો દિકરો ત્રણેય જણા સુઇ ગયેલ અને ત્યારબાદ સવારના સાતેક વાગે અબ્દુલભાઈ જાગીને મકાનમાં પહેલી રૂમમાં જ્યાં સૂતા હતા તે રૂમની પાછળની સાઈડમાં આવેલ રૂમનો દરવાજો ખોલવા જતાં દરવાજો અંદરથી બંધ હોવાથી તેઓ મકાનની પાછળની સાઇડમાં જઈને જોયેલ તો મકાનની પાછળની સાઇડમાં લાકડાની બારી લોખંડના સળીયા નાખેલ હતા જેમાંથી ચાર સળીયા કાપી નાખેલ હાલતમાં હતા અને પાછળની સાઇડમાં ખેતરાળુ વિસ્તારમાં તેઓના ઘરનો સામાન વેરણ છેરણ પડેલ જોતાં બૂમાબૂમ કરતાં ઘરમાં સૂતેલા પરિવારજનો આવ્યા હતા દોડી આવ્યા હતા, પરિવારજનોએ રૂમમાં તપાસ કરતાં લોખંડની તિજોરીનુ લોક તોડી નાંખેલ હતુ અને તિજોરના લોકરમાં મુકેલ સોનાના દાગીના તથા ચાંદીના દાગીના તેમજ રોકડ 25 હજાર મળી કુલ રૂ.6.29 લાખનો મુદ્દામાલ ચોરી કરી ચોર ફરાર થયો હતો. અબ્દુલભાઈએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરી હતી.
