સાણંદ પાર્ક કરેલ એક્ટિવાની ઉઠાંતરી

સાણંદ લાભ શુભ સોસાયટીમાં રહેતા હરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.29 મેના રોજ તેઓનું એકટીવા તેઓના મામાના દિકરા હરપાલસિંહ કિરીટસિંહ ઝાલાએ નોકરી પર જવા માટે લીધેલ અને ગત તા.30 મેના સવારે સાણંદ પ્રેરણા અર્ટીકાના બેઝમેન્ટ પાર્કીંગમાં પાર્ક કરી અને તેઓ પ્રેરણા અર્ટીકા કોમ્પલેક્ષમાં પાંચમાં માળે આવેલ ઓફીસમાં નોકરી પર ગયેલા સાંજે નોકરી પરથી પરત આવેલ અને બેઝમેન્ટ પાર્કીંગમાં જોયેલ તો એક્ટિવા હતું નહીં જેથી હરપાલસિંહને જાણ કરેલ કે એકટીવા પ્રેરણા અર્ટીકાના બેઝમેન્ટ પાર્કીંગમાં પાર્ક કરેલ હતુ તે એકટીવા જણાતુ નથી જેથી તેઓએ આજુબાજુમાં તપાસ કરતા આશરે 30 હજારની કિંમતનું એકટીવા કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

Social