યુવક પાસેથી સાયબર ગઠીયાઓ રૂપિયા 9.76 લાખ પડાવી ગયો

નાર્કોટીક્સ બ્યુરો અને મની લોન્ડરીંગના કેસમા ફસાવી દેવાની ધમકી આપીને અમદાવાદના વધુ એક યુવક પાસેથી સાયબર ગઠીયાઓ રૂપિયા 9.76 લાખ પડાવી ગયા છે. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા યુવકને ડરાવી ધમકાવી નેની એપ્રુવ્ડ લોન લેવડાવી તેનામાંથી રૂપિયા પડાવ્યા હતા. આ બાબતે યુવકે સાયબર ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ત્રાગડ રીંગ રોડ પર રહેતો અર્થ પટેલ ખાનગી કંપનીમાં આસિ. મેનેજર તરીકે કામ કરે છે. લગભગ એકાદ મહિના પહેલા અર્થ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામે છેડેથી કહવામાં આવ્યું હતું કે તે ફેડેક્સ કુરીયરમાંથી વાત કરે છે અને તમે જે મુંબઇથી ઇરાન કુરીયર મોકલ્યુ છ.ે તેમાં એલ.એસ.ડી ડ્રગ્સ છે માટે તેને અટકાવી દેવામાં આવ્યુ છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મુદ્રે મુંબઇ નાર્કોટીક્સ બ્યુરો તપાસ કરી રહી છે . જે તમને ઘરે કે ઓફીસ આવીને ઉઠાવી જશે.
અર્થએ પોતે કોઇ જ કુરીયર કર્યુ નથી તેમ કહેતા કુરીયરના માણસે તેને નાર્કોટીક્સ બ્યુરોના અધિકારી સાથે વાત કરાવી હતી. ત્યરા બાદ સ્કાયપે પરથ વીડીઓ કોલ કરીને કેટલાક ફોટા મોકળ્યા અને તેને પોલીસે પકડ્યા હોય તેવા ફોટા મોકલીને આ લોકોને પોલીસે નાર્કોટીક્સના ગુનામાં ઝડપી લીધા હોવાનું જણાવી ફરીથી અર્થને ડરાવ્યો હતો. ત્યરા બાદ સામે છેડેથી અર્થનું આધાર કાર્ડ મંગાવવામાં આવ્યું હતું અને તેના બેંકની વિગતો માંગવામાં આવી હતી. ડરેલા અર્થે તમામ વિગતો આપી દીધી હતી. ત્યાર બાદ સ્ક્રીન શેર કરાવી સાયબર ગઠીયાએ તેની તમામ વિગતો જાણી લીધી હતી. આટલું જ નહિ તેમણે અર્થની પ્રિ એપ્રુવ્ડ લોન પાસ કરાવી તે જે એકાઉન્ટમાં જમા થઇ તેમાં બેનિફીસીયરી એકાઉન્ટમાં પોતાનું એકાઉન્ડ એડ કરાવી લોનમાંથી રૂપિયા 9.76 લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી દીધા હતા. જ્યારે અર્થને મેસેજ આવ્યા કે તેની પ્રિ એપ્રુવ્ડ લોન લેવડાવી ગઠીયા 9.76 લાખ રૂપિયા પડાવી ગયા છે જેન પગલે અર્થ પટેલે સાયબર ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી.

Social