અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી જીત્યા
ગાંધીનગરએ ગુજરાતનું પાટનગર સાથે જ ભાજપની મજબૂત ગણાતી બેઠક પૈકીની એક છે. અહીં ભાજપના પ્રતિષ્ઠત નેતાઓ ચૂંટણી લડેલી છે અને સારી લીડ સાથે જીતનાં ઝંડા પણ રોપેલા છે. અહીં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને હવે ફરીવાર અમિત શાહ જોરદાર લીડ સાથે આ બેઠક પર જીત મેળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરથી ચૂંટણી જીત્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન રમણભાઈ પટેલને 7 લાખ 44 હજાર 716 મતોથી હરાવ્યા છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહનો ભારે બહુમતિથી ભવ્ય વિજય થયો છે. ગુજરાતની 25 લોકસભા બેઠકોમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા સીટ પર 7 મી મેના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 69.76 ટકા જેટલું મતદાન થયું હતું હતું. ગાંધીનગર લોકસભા સીટ પર કુલ 21 લાખ 82 હજાર 736 મતદારો નોંધાયા હતા. તે પૈકીમાંથી માત્ર 13 લાખ 4 હજાર 387 મતદારોએ જ મતદાન કર્યું હતું. ગાંધીનગર લોકસભા માટે મતદારયાદીમાં નોંધાયેલા 11 લાખ 20 હજાર 874 પુરુષ મતદારો પૈકીમાંથી 7 લાખ 5 હજાર 323 એ મતદાન કર્યું હતું. એજ રીતે 10 લાખ 61 હજાર 785 મહિલા મતદારો પૈકી 5 લાખ 99 હજાર 49 મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
