રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ વેપારીના રૂપિયા ૭૫ હજાર ચોરી લીધા

મહેસાણાથી કાપડનો વેપારી અને તેનો મિત્ર કાલુપુર માલસામાન લેવા માટે આવ્યા હતા.રીક્ષામાં બેસીને જતા હતા તે દરમિયાન રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ વેપારીના મિત્રના ખિસ્સામાં રહેલા રૂપિયા ૭૫ હજાર કાઢી લીધા હતા.બાદમાં રીક્ષા ચાલકે વેપારી અને તેના મિત્રને બેસવાનું નથી ફાવતું કહીને રીક્ષામાં થી ઉતારી મુક્યા હતા. આ અંગે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ મહેસાણાના ગોઝારીયામાં રહેતો વેપારી કાપડનો ધંધો કરે છે.ગત મે મહિનામાં વેપારી અને તેનો મિત્ર માલસામન લેવા સારું થઈને પોતાની લોડીંગ રીક્ષા લઈને આવ્યા હતા.બાપુનગર ચાર રસ્તા પાસે તેમને પોતાની લોડીંગ રીક્ષા પાર્ક કરીને બાપુનગર ચાર રસ્તાથી કાલુપુર જવા માટે રીક્ષામાં બેઠા હતા.અને વેપારીએ તેની પાસેના રૂ.૭૫ હજાર પોતાના મિત્રને આપ્યા હતા.રીક્ષા બંને મિત્રો બેઠા ત્યારે રીક્ષામાં પાછળની સીટ પર આગાઉથી એક શખ્સ બેઠેલો હતો. રીક્ષા ચાલકે વેપારીને આગળ બેસાડ્યો બાદમાં થોડે આગળ જતા અન્ય એક પેસેન્જરને રીક્ષામાં આવ્યો બાદમાં રીક્ષા ચાલકે વેપારી અને તેના મિત્રને કહ્યું કે બેસતા નથી ફાવતું કહીને બાપુનગર ભીડભંજન ચાર રસ્તા પાસે ઉતારી દીધા હતા.બંને મિત્રો રીક્ષામાં થી ઉતર્યા બાદ ખિસ્સા ચેક કરતા રૂપિયા ૭૫ હજાર મળી આવ્યા નહતા.જે બાદ વેપારીએ અંગે બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

Social