વિરમગામના રેલવે સ્ટે.પરથી મળી આવેલી યુવતીને અમદાવાદ મોકલાઈ

વિરમગામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન વિરમગામ રેલવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતાં એક યુવતી બેઠેલી હતી. જેની ઉપર વહેમ જતાં સાથેના નયનાબેન છનાભાઈ દ્વારા તેની પૂછપરછ કરતાં તે રડવા લાગી હતી અને ગભરાઈ ગઇ હતી. જેથી સહ કોર્ડીનેટર અશોકભાઈ નટવરલાલ તથા મંજુલાબેન સાધુને વિરમગામ રેલવે સ્ટેશન ખાતે બોલાવી તેનું નામ ઠામ પૂછતા તેનું નામ પૂછતા કાજલકુમારી બબલુ મંડલ (ઉં.વ.20)(રહે. ચનાઈચક પોસ્ટ, હિલાવે, જિ.ગોંડા, ઝારખંડ) જણાવ્યું હતું.

જેની વિરમગામ હાજરી બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેના પ્રેમીની સાથે કામ ધંધો કરવા માટે ગુજરાત આવેલ પરંતુ કામ ધંધો ન મળતા તે પોતાના વતનમાં જવા સારું વિરમગામ રેલવે સ્ટેશન આવે હતા પરંતુ તેનો પ્રેમી વિરમગામ રેલવે સ્ટેશન ખાતે એકલા મૂકીને ક્યાંક જતો રહ્યો છે. તેવું જણાવતી હોય

જેથી તેના માતા પિતાનો મોબાઈલ નંબર મેળવી તેઓને જાણ કરતા તેઓએ લેવા આવવાની ના પાડતા યુવતીનું મેડિકલ તથા નિવેદન લઈ ને વન સ્ટોપ સેન્ટર સોલા સિવિલ અમદાવાદ ખાતે મોકલી આપી હતી.

Social