વૃક્ષો વાવીશું, આપણે પૃથ્વીને બચાવીશું : સાણંદમાં બાળકોએ રેલી કાઢી

સાણંદમાં રાધેય સ્કાયલાઇન સોસાયટીના બાળકોએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રકૃતિ પ્રત્યેની તેમની ફરજ નિભાવવાનો છે. આપણે પ્રકૃતિમાંથી છીએ, પ્રકૃતિ આપણાથી નથી, સોસાયટીના બાળકોએ સવારે 7:30 અને સાંજે 6:30 કલાકે રેલી કાઢીને એકલિંગજી રોડ પર આવેલી દુકાનો અને અન્ય સોસાયટીઓમાં લોકોમાં જાગૃતિ આવે અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ તમામ બાળકો, જેઓ દર મહિને તેમના અભ્યાસમાંથી સમય કાઢીને પ્રકૃતિની જાળવણી માટે પ્રતિબદ્ધ છે, તેઓ કહે છે કે “કુદરત જેણે આપણને ઘણું બધું આપ્યું છે તેને બચાવવા આપણે બધાએ ભેગા થવું જોઈએ.”

Social