અમદાવાદ DEO દ્વારા શહેરની શાળાઓના આચાર્યો અને ટિચિંગ ફાયર સેફ્ટીની તાલીમ સ્ટાફને અપાઈ

અમદાવાદ શહેર DEO દ્વારા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ફાયર સેફ્ટી એવરનેસ ડ્રાઈવ કાર્યક્રમ અમદાવાદ શહેરની માધ્યમિક અને હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્યો અને શાળાના પ્રતિનિધિઓને માટે સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ખાતે યોજાયો. કાર્યક્રમમાં પ્રેક્ટિકલ સૈધાંતિક તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા ફાયર ઓફિસર એસ. બી. જાડેજા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર હિમાંશુભાઈ સોલંકી તથા અન્ય ફાયર અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધકારી રોહિતભાઈ ચૌધરીએ તમામ શાળાઓને ફાયર સેફ્ટી સિસ્ટમ બાબતે સજાગ અને ફાયર ઓડિટ માટે તાકીદ કરી હતી.

Social