ગોધાવીના ખેડૂતોએ ઓલમ્પિક 2036ના જમીન સંપદાનના સર્વે સામે વિરોધ કર્યો

સાણંદના ગોધાવી ગામે ઓલમ્પિક 2036ના જમીન સંપદાનના સર્વે સામે ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે. સાણંદના મનીપુર થી ગરોડિયા ગામ રોડ પાસે ઓલમ્પિક 2036 માટે પોલીસ પ્રોટેકક્ષન સાથે સર્વેની કામગીરી કરતાં સરકારી ટીમને ગોધાવીના ખેડૂતોએ વિરોધ કરી કામગીરી કરતા રોકયા હતા. બીજી તરફ ખેડૂતોએ કહ્યું કે કોઈ પણ જાતની નોટસ કે જાણ કર્યા વગર સીધા ખેડૂતોના ખેતર માં જમીન માપણી કરવા પહોંચ્યા હતા. સમગ્ર મુદ્દે સાણંદ SDM ને ખેડૂતોએ વિવિધ મુદ્દે રજુવાત કરી હતી.

Social