સાબરકાંઠા-હિંમતનગર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકોના મોત
ગુજરાતમાં અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વાહનચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માત સર્જાય છે. સાબરકાંઠા-હિમતનગરથી અકસ્માનો મોટા સમાચાર સામે આવી રહ્યા છે.હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 7 મહિનાની બાળકી સહિત 5 લોકોના મોત થયા છે. આ અકસ્માત થચા આજુબાજુના લોકો બચાવ માટે સત્વરે આવી ગયા હતા.આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી, પોલીસ પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, અને બચાવ કામમાં લાગી હતી.ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિમતનગર હાઇવે પર ટ્રકના ડ્રાઇવરે ગાડી ઓવરસ્પીડમાં હંકારીને કારને ટક્કર મારતા કાર હવામાં ફંગોળાઇ હતી અને ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો,જેમાં એક જ પરિવારના પાંચ લોકોનો મોત નિપજ્યા છે.7 મહિનાની બાળકી સહિત 5 લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.આ અકસ્માતમાં 2 મહિલા, 2 બાળકી અને એક પુરૂષના મોત નિપજ્યા છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
