સાણંદના ટોલ પ્લાઝા પર ટ્રકની અડફેટે યુવકનું કરુણ મોત

સાણંદના ભાગ્યોદય હોટલ પાસે ટોલ પ્લાઝા બૂથ 5 પાસે વિરામગામ હાઇવે બાજુથી આવતી એક ટ્રકના ચાલકે બૂથના ડીવાઇડર ઉપર ઉભેલ રાહદારી યુવકને અડફેટે લેતા મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ફરાર થયો હતો. બનાવને લઈને ટોલ પ્લાઝાના સુપરવાઇઝરએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

     સાણંદ ટોલ પ્લાઝા બુથ નં-5 પર રાત્રે 1 કલાકે એક અજાણ્યા યુવક અકસ્માત થયેલ હાલતમાં હોવાની જાણ બુથ પરથી સિક્યુરીટીને થતાં બનાવ અંગે ટોલ પ્લાઝાના સુપરવાઇઝર દેવાંગભાઈ મોર્યને જાણ કરતાં તેઓ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થતાં બનાવ અંગે પોલિસ કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરતા પોલીસ ટિમ સ્થળ પરપહોંચી હતી. તપાસ કરતા અજાણ્યો પુરુષ અકસ્માતમાં મોત થયું હતું. યુવકની લાશને એમ્બ્યુલન્સમાં સાણંદ સરકારી દવાખાને ખસેડી હતી સાથે યુવકની પાસે એક બેગ મળી આવતા તપાસ કરતાં બેગમાંથી એક આધાર કાર્ડ હતું જેમાં યુવકનું નામ સાગર જોતીબા સાવરકર રહે કર્નાટક હોવાનું ખૂલ્યું હતું. ટોલ પ્લાઝાના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતાં એક કરતા મરણ જનાર યુવક ભાગ્યોદય હોટેલ તરફથી ટોલ પ્લાઝાના બુથ નં 5 તરફ આવતો હતો અને બુથ 4 અને 5 ના ડીવાઇડર ઉપર ઉભેલ જણાયેલ અને એક ટ્રક ગાડી પસાર થતા ટ્રકની અડફેટે આવી જતા શરીરે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતુ. સી.સી.ટી.વી કેમેરા તથા ફાસ્ટ ટેગ સિસ્ટમાં તપાસમાં ટ્રકના નંબર આધારે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધમાં ટોલ પ્લાઝાના સુપરવાઇઝરએ દેવાંગભાઈ મોર્યએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Social