સાણંદના સોયલા ગામે ઘર આગળ પાર્ક કરેલ બાઇક ચોરાયું

સાણંદનાં સોયાલા ગામમાં ભરતભાઈ નાનજીભાઈ કોળી પટેલએ રાત્રીના ખેતરમાંથી આશરે નવેક વાગે ઘરે આવી બાઇક ઘર આગળ પાર્ક કરેલુ હતુ અને સૂઈ ગયેલ અને વહેલી સવારમા તેઓને બહાર ગામ કામકાજ અર્થે જવાનુ હોવાથી સાડા ત્રણેક વાગે ઉઠી ને ઘરની બહાર જોતા પાર્ક કરેલ બાઇક ન હતું. જેથી આજુબાજુમાં તેમજ સોયલા ગામ વિસ્તારમાં તપાસ કરતા બાઇક ન મળતાં પાર્ક કરેલ રૂ.20 હજારની કિંમતનું બાઇકની કોઇ અજાણ્યાં ઇસમ ચોરી કરી ફરાર થયાની જાણ થતાં બનાવને લઈને ભરતભાઈએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social