સાણંદમાં આશાપુરા હોન્ડા શો રૂમમાં આગ ભભૂકી
સાણંદ સરખેજ હાઇવે પર આવેલ આશાપુરા હોન્ડા નામના બાઇકના શોરૂમ માં શનિવારે સાંજે કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી હતી.સાણંદ સરખેજ હાઇવે પર આવેલ આ શોરૂમમાં શનિવારે સાંજે એકાએક ઉપરના માળે આવેલ ઓફિસમાં ધુમાડા દેખાતા સ્ટાફને આ વાતની જાણ થતા તુરંત ફાયર બ્રિગેડને જાણ કરતા સાણંદ પાલિકા અને અમદાવાદ ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. કોઈ ઇજા કે જાનહાની થઇ ન હતી .
