અમદાવાદમા બેફામ બનેલા ડમ્પર ચાલક કે ટુવ્હિલરને અડફેટે લેતા ટુવ્હિલર ચાલકનું મોત

સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા છાપરામાં રહેતા 44 વર્ષીય ઉપદેશભાઈ સંગાડા છૂટક કડીયાકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે રાત્રીના સમયે તેઓ બાઈક લઈને કામ અર્થે એસજીહાઈવે પર ગયા હતા. ભાગવત ચાર રસ્તાથી ગોતા બ્રીજ તરફ આવી જઈ રહ્યા હતા. ત્યારે સહાર સ્ટોન સામેના રસ્તા પર પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે ટુવ્હિલરને ટક્કર મારી હતી. જેના કારણે ઉપદેશભાઈ રસ્તા પર પટકાઈ પડ્યા હતા. બીજી બાજુ ડમ્પરનું ટાયર ઉપદેશભાઈ પર ફળી વળ્યુ હોવાના કારણે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યુ હતુ. અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ડમ્પર ચાલકને પકડી લીધો હતો. આ મામલે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેનુ નામ અજયકુમાર પરમાર (ઉ.વ.30) અને પોતે અરવલ્લીના ધનસુરા ખાતે રહેતો હોવાનું તથા ડ્રાઈવીંગનું કામ કરતો હોવાનું જણાવ્યું હતુ.

Social