હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની કરી મોટી આગાહી

ગુજરાતમાં આખરે ગરમીમાંથી રાહત મળી છે, ચોમાસાની રાજ્યમાં શરૂઆત થઇ છે,જેના લીધે ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.ગુજરાતના હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે તે ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતા છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર પર થઇને ઉત્તર પૂર્વમાં ગતિ કરશે. જેને કારણે પણ 13મી જૂન સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. જેમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ અન રાજકોટના અમુક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓછી તીવ્રતા રહેશે જ્યારે દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના છે.દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે. 9મી તારીખથી 13 સુધીમાં તીવ્રતાથી પ્રિ મોનસૂન એક્ટિવિટી થવાની શક્યતા છે.

Social