દહેગામમાં મોટી દુર્ઘટના : વીજ કર્મચારી આગમાં લપેટાયો, હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગરના દહેગામમાં મોટી દુર્ઘટના થઇ હોવાની ઘટના સામે આવી છે. વીજ કર્મચારી આગની જ્વાળાઓમાં લપેટાતા ગંભીર રીતે દાઝયા છે. અને હાલ વીજ કર્મચારીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગરના દહેગામમાં શિવનગર પાસે આ બનાવ બન્યો છે. અમિત દંતાણી નામના વીજ કર્મચારી ગંભીર રીતે દાઝયા છે. તેમનો માંડમાંડ જીવ બચ્યો છે. તેમજ આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, સેક્શન બોક્સમાં ફાયર થતા આ ઘટના બનવા પામી છે. અમિત દંતાણી ગંભીર રીતે દાઝતા તેમને અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમની સારવાર ચાલી રહી છે. સમારકામ દરમિયાન આ દુર્ઘટના બની છે. તેમજ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, એમ્પલોયને ઈલિક્ટ્રિકલ નેટવર્ક સાથે કામ કરવા માટે PGVCL તેમજ GEB સેફટીના સાધનો આપે છે. તેમ છતાં આ ઘટના બનવા પામી છે.
